You are here
Home > India > Gujarat > Bhavnagar > પુરક ૫રીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર  હોવાથી જાહેરનામુ જારી કરાયુ

પુરક ૫રીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર  હોવાથી જાહેરનામુ જારી કરાયુ

ભાવનગર શહેર તથા જિલ્લામાં તા.૦૬/૦૭/૨૦૧૮ થી તા.૦૯/૦૭/૨૦૧૮ દરમ્યાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પુરક ૫રીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર  હોવાથી જાહેરનામુ જારી કરાયુ

ભાવનગર;મંગળવાર; ભાવનગર શહેર તથા જિલ્લામાં આગામી તા.૦૬/૦૭/૨૦૧૮ થી તા.૦૯/૦૭/૨૦૧૮ દરમ્યાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પુરક ૫રીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર છે. સદરહુ ૫રીક્ષાઓની તારીખ અને ૫રીક્ષાનો સમય નીચેની વિગતે છે.

 

૫રીક્ષાનું નામ તારીખ સમય
ધોરણ-૧૦ (એસ.એસ.સી.) તા.૬/૭/૨૦૧૮ થી તા.૯/૭/૨૦૧૮ ૧૦.૦૦ થી ૧૮.૩૦
ધોરણ-૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ તા.૬/૭/૨૦૧૮ થી તા.૯/૭/૨૦૧૮ ૧૦.૦૦ થી ૧૮.૩૦
ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહ તા.૬/૭/૨૦૧૮ થી તા.૯/૭/૨૦૧૮ ૧૦.૦૦ થી ૧૮.૩૦

 

આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજીક ગુંડાતત્વો એકઠા થઇ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેર હિતમાં હું ઉમેશ વ્યાસ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો ર જો)ની કલમ-૧૪૪થી મને મળેલ અધિકારની રૂઇએ જે તે ૫રીક્ષાના દિવસો દરમ્યાન આ સાથેની અનુસુચીમાં દર્શાવેલ ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ જે તે ૫રીક્ષાના કેન્દ્રો ઉ૫ર તેની સામે દર્શાવેલ સમય દરમ્યાન નીચે મુજબનાં પ્રતિબંઘો ફરમાવવામાં આવે છે.

 

(૧) પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર.

(ર) પરીક્ષાકેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિ વર્ધક સાધનોના ઉપયોગ પર.

(૩) પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન કે અન્ય ઇલેકટ્રોનીકસ ગેઝેટ લઇ જવા તથા તેના ઉ૫યોગ પર.

(૪) પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર.

(૫) પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર. સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ(સને૧૮૬૦ના ૪૫માં અધિનિયમ)ની કલમ-૧૮૮ મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top