You are here
Home > Breaking News > નર્મદા પોલીસ દ્રારા જિતનગર ખાતે દ્વિ દિવસીય એથલેટીક મીટનું ઉદ્ઘાટન કરતા વડોદરા રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાં

નર્મદા પોલીસ દ્રારા જિતનગર ખાતે દ્વિ દિવસીય એથલેટીક મીટનું ઉદ્ઘાટન કરતા વડોદરા રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાં

livecrimenews@gmail.com

નર્મદા પોલીસ દ્રારા જિતનગર ખાતે દ્વિ દિવસીય એથલેટીક મીટનું ઉદ્ઘાટન કરતા વડોદરા રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાં

૫૧૧ જેટલા અધિકારીઓ અને જવાનો , હોમ ગાર્ડ, જિઆરડી , વન કર્મી ઑએ ભાગલીધો .

રાજપીપળા :

24 કલાક ખડે પગે સેવા આપતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા ની કામગીરી માં સતત માનસિક તાણ અનુભવતી નર્મદા પોલીસ માનસીક તણાવમાંથી બહાર આવે તે માટે નર્મદા પોલીસ દ્રારા દ્વિ દિવસીય નર્મદા પોલીસ એથલેટીક મીટનું આયોજન જિતનગર પોલીસ હેડ ક્વાર્ટર ના પટાંગણ માં કરવા માં આવ્યું હતું .જેનું
ઉદઘાટન ખાસ વડોદરા રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાંએ કરી એથ્લેટીક મીટ ને ખુલી મુકી હતી .

આજથી બે દિવસ ચાલનારા આ એથ્લેટીક મીટમાં નર્મદા પોલીસનાં ૫૧૧ થી વધુ અધિકારીઓ અને જવાનો , હોમ ગાર્ડ, જિઆરડી , વન કર્મી ઑએ ભાગલીધો હતો .

આ પ્રસંગે કેંદ્રીય આદીજાતી આયોગનાં સદશ્ય હર્ષદભાઇ વસાવા,જીલ્લા કલેકટરઆર.એસ.નિનામા,નાયબ વન સંરક્ષક કે. શશીકુમાર,ગુજરાત બાળ સંરક્ષણ આયોગનાં સદસ્યા ભારતીબેન તડવી, ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા આયોગનાં ડાયરેકટર ડૉ. દર્શનાબેન દેશમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વડોદરા રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાંએ જણાવ્યુ હતુ કે,આવી રમતો થી માનસિક રીતે પોલીસ સ્વસ્થ બને છે . શરીરની તંદુરસ્તી માટે રમત જરૂરી છે અને ખાસ કરીને તે નાથી ટીમ સ્પીરીટ અને ખેલદિલી ની ભાવનાં વિકસે છે. તેમણે ભાગલેનાર રમતવીરોને શુભેચ્છાપાઠવી હતી.

જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએપોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે નર્મદા પોલીસ પ્રજાલક્ષી કાર્યનાં સિધ્ધાંત મુજબ સુરક્ષા સેતુ સોસાયટીનાં માધ્યમથી સેવાકાર્યો કરી રહી છે જેમાં ખાસ કરીને ગત સપ્તાહે નોન કનેકટીવીટી ના139 ગામોના નાગરીકોની સુવિધા માટે HEM રેડીઓ ની સુવિધા ઉભી કરવા માટેના નર્મદા પોલીસનાં સંવેદનાભર પ્રોજેકટ ની માહીતી આપી હતી.
આ રમતોત્સવ મા વોલીબોલ , ચક્ર ફેંક , ગોળા ફેંક , રસ્સા ખેંચ , તીરંદાજી , 100મીટર દોડ જેવી રમતો માં 511 જેટલા ખેલાડીઓ એ ભાગ લીધો હતો

આ પ્રસંગે નર્મદા પોલીસ દ્રારા નિર્મીત જીલા પોલીસ તાલીમ કેંદ્રનું પણ આઇ.જી.પી.નાં હસ્તે લાલ રીબીન કાપી ઉદઘાટન કરાયુ હતુ.આ કેંદ્ર માં પોલીસને વિવિધ પ્રકારની તાલીમ પણ આપવામાં આવશે.આ સુવિધા સભર કેંદ્રમાં આધુનીક માઇક સીસ્ટમ થી સજજ હોવાનું જણાવ્યું હતું
આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને ૧૮૧ અભયમ હેલ્પલાઇનનાં કર્મચારીઓ એ કરેલ ઉત્તમ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા જ્યારે ચુંટણી અને વિવિધ બંદોબસ્તમાં ઉત્તમ કામગીરી કરવા બદલ LIB પીઆઇ. આર.એસ.તાવીયાડનું પજ્ણ સન્માન કરાયુ હતું

રિપોર્ટ :
જ્યોતિ જગતાપ , રાજપીપળા

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top