You are here
Home > Breaking News > દીકરાના મોહમાં દીકરીઓની અવગણના ન કરો

દીકરાના મોહમાં દીકરીઓની અવગણના ન કરો

દીકરાના મોહમાં દીકરીઓની અવગણના ન કરો

જાતિ પરીક્ષણ અટકાવો અને સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવો


ભાવનગર;બુધવાર; આપણા ભારત દેશમાં દર એક હજાર પુરૂષોએ માત્ર નવસો ચાલીસ સ્ત્રીઓ છે અને આ સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે.
લોકોને દીકરીઓના મહત્વનો સંપૂર્ણ ખ્યાલ નથી તેમ લાગી રહ્યુ છે લોકોને એમ લાગતુ હશે કે માત્ર દીકરાથી જ વંશ ચાલે છે દીકરાને દહેજ આપવાનો ડર પણ નહિ અને માતાપિતાના ઘડપણનો સહારો પણ તે બને છે આજકાલના માહોલમાં દીકરીઓની સુરક્ષાની પણ સતત ચિંતા રહે છે આ પ્રકારની રૂઢિવાદી વિચારસરણીથી દીકરીઓના હક્ક જેવાં કે જાતે નિર્ણય લેવા, સંપત્તિ પરનો હક્ક અથવા તો પોતાની રીતે હરવા- ફરવાના અધિકારથી તેમને વંચિત રાખવામાં આવે છે. દીકરાના જન્મ સમયે થાળી વગાડી મીઠાઈ વહેંચવામાં આવે છે પરંતુ દીકરી જન્મે ત્યારે કોઈ શુભેચ્છા પણ નથી પાઠવતુ લિંગભેદ અને લિંગ પરીક્ષણ છોકરીઓ પ્રત્યે ભેદભાવ કરવાની એક પદ્ધતિ છે જેના ઘણાં કારણો છે પરિવારમાં પુરૂષોને વધારે મહત્વ આપવુ, નાના કુટુંબો હોવા કે પછી અલ્ટ્રાસાઉન્ડ જેવી સ્વાસ્થ્ય સંબંધી વૈજ્ઞાનિક ટેકનીકનો ખોટો ઉપયોગ કરવો જો આપણે લિંગભેદ કે લિંગ પરીક્ષણ સ્વીકારીએ છીએ જેથી આપણે દીકરીઓને આગળ વધતી અટકાવીએ છીએ પરંતુ એટલું યાદ રાખીએ કે લિંગભેદ અને લિંગ પરીક્ષણ માનવાધિકારનું ઉલ્લંઘન છે અને સ્ત્રીઓ પ્રત્યે ઉંડા ભેદભાવનું એક વિક્રુત સ્વરૂપ છે. દીકરીઓની સંખ્યા ઓછી થવાથી સમગ્ર સમાજ પર તેની માઠી અસર પડી છે. દીકરીઓની ખરીદી થતી જોવા મળે છે અને તેના પર હિંસા થતી હોય છે દીકરીઓની હેરફેર અપહરણ, બળાત્કાર અને બળજબરીથી લગ્નના મામલે સ્ત્રીઓ અને સમાજ બંન્ને અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે
પીસીપીએનડીટી અધિનિયમ અંતર્ગત નર ભ્રૂણ ધારણ કરવા માટે ચિકિત્સકીય ટેકનીકનો ઉપયોગ કરવો કે ગર્ભમાં વિકસી રહેલ ભ્રુણનું લિંગ પરીક્ષણ કરાવવુ તે ગેરકાયદેસર છે કાયદાકીય રીતે ગર્ભપાત કરાવી શકાય છે સગર્ભાવસ્થાના તબીબી અંત બાબત અધિનિયમ ૧૯૭૧ અનુસાર કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં જ

ગર્ભપાતની પરવાનગી છે પરંતુ ભ્રૂણ ના લિંગ પરિક્ષણના આધારે ગર્ભપાત કરાવવો કાયદાકીય ગુનો બને છે. લિંગભેદ કે લિંગ પરીક્ષણ કોઈ એક જાતિ, વર્ગ કે સમુદાય પૂરતો સિમીત નથી
આ માટે સમગ્ર સમાજ જવાબદાર છે ઘણી સ્ત્રીઓ હિંસા કે બહિષ્કારના ડરથી ચૂપ રહે છે પરંતુ ઘણી સ્ત્રીઓ સાહસથી વિરોધ પણ કરે છે.
દહેજ અટકાયત અધિનિયમ-૧૯૬૧ અંતર્ગત દહેજ લેવું અને આપવું બંન્ને ગુનો છે. હિંદુ વારસાગત અધિનિયમ-૧૯૫૬ અનુસાર દીકરીઓને પારિવારિક સંપત્તિમાં દીકરા જેટલો જ ભાગ મળવો જોઈએ. પારિવારિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૦૫ દ્વારા મહિલાઓને ઘરમાં થનારી હિંસાથી સુરક્ષા મળે છે માતા-પિતા અને વરિષ્ઠ નાગરીકોના ભરણપોષણ તથા કલ્યાણ બાબત અધિનિયમ-૨૦૦૭ અંતર્ગત દીકરા અને દીકરી બંન્ને પર માતા-પિતાની દેખરેખની જવાબદારી છે.
આપણે બદલાવ લાવી શકીએ જે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે જેમ કે-
દીકરીઓના મહત્વને સમજીએ દીકરીઓ પરિવાર અને સમાજમાં ઘણુ મોટુ યોગદાન આપી રહી છે.
પોતાના ઘરમાં દીકરીઓના જન્મને આવકારીએ આપણે એ ધ્યાન રાખીએ કે આપણી દીકરીઓ તેમજ અડોશ-પડોશની દીકરીઓને સંતુલિત ભોજન, શિક્ષણ અને ચિકિત્સાની સુવિધાઓ મળે. આપણે સ્ત્રીઓ પ્રત્યે થતી હિંસા, ખરાબ વ્યવહાર અને જાતીય શોષણ સહન ન કરીએ અને આ કારણોનું બહાનું કાઢીને તેમને મુક્ત રીતે હરવા-ફરવા અને કામ કરતા ન રોકીએ દહેજ ન લઈએ ન આપીએ પોતાની દીકરીઓને સંપત્તિમાં સરખો ભાગ આપીએ પોતાની દીકરીઓના લગ્ન એ જ પરિવારમાં કરીએ જ્યાં સ્ત્રીઓને માન સન્માન અપાતુ હોય જે પરિવારમાં સ્ત્રીઓનું માન ન જળવાતુ હોય તે આપણી દીકરીનું ઘર ન હોઈ શકે. જેથી આપણે એવા પરિવારમાં દીકરીના લગ્ન ન કરાવીએ જ્યાં તેઓ દીકરીઓને જન્મવા દેતા નથી. કોઈપણ ડોકટર કે ચિકિત્સાલય ભ્રૂણના લિંગ વિશે માહિતી આપે અથવા દીકરો જ જન્મશે તેવી જાણકારી આપે તો આપણે તુરંત જ જવાબદાર ઓફીસર અથવા ૧૦૨ નંબર પર ફોન કરી ને ફરિયાદ લખાવવી જોઈએ.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top