Breaking News Talaja

તળાજા પો.સ્ટે.નાં ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લાં 10 મહિનાથી નાસતાં -ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

તળાજા પો.સ્ટે.નાં ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લાં 10 મહિનાથી નાસતાં -ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.

જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બારસો મહાદેવની વાડી જવાનાં રસ્તાનાં નાકા પાસે આવતાં હેડ કોન્સ. શિવરાજસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, તળાજા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.190/17 પ્રોહી.એકટ કલમઃ- 65 એ,ઇ,116 બી વિગેરે મુજબ નાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી સુરેશ આઠમભાઇ રહે.સરતાનપર, તળાજા, ભાવનગર વાળા તેનાં ઘર પાસે હાજર છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી સુરેશ આઠમભાઇ જાદવ ઉ.વ.25 રહે. ખારશી શેરી,બંદર રોડ, સરતાનપર તા.તળાજા જી.ભાવનગર વાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને તળાજા પો.સ્ટે. માં સોંપી આપવામાં આવેલ છે.

મજકુર ઇસમની પુછપરછ કરતાં પોતાને ઉપરોકત ગુન્હામાં પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ.

આમ,તળાજા પોલીસ સ્ટેશન નાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં છેલ્લાં 10 મહિનાથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં શિવરાજસિંહ સરવૈયા, મહિપાલસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા, જયરાજસિંહ ખુમાણ, સંજયસિંહ ઝાલા ,ડ્રાયવર હારીતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Deepak Jagtap
deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply