You are here
Home > Breaking News > તળાજા તાલુકાનું રાતાખડા ગામેથી પરપ્રાંતીય ઈંગલીશ દારૂની બોટલ નંગ ૭૭ કિંમત રૂપિયા ૭૭,૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડતી મહુવા DYSP સ્ક્વોડ

તળાજા તાલુકાનું રાતાખડા ગામેથી પરપ્રાંતીય ઈંગલીશ દારૂની બોટલ નંગ ૭૭ કિંમત રૂપિયા ૭૭,૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડતી મહુવા DYSP સ્ક્વોડ

તળાજા તાલુકાનું રાતાખડા ગામેથી પરપ્રાંતીય ઈંગલીશ દારૂની બોટલ નંગ ૭૭ કિંમત રૂપિયા ૭૭,૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડતી મહુવા DYSP સ્ક્વોડ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી એલ માલ સાહેબ તેમજ મહુવા ડિવીઝનનાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ આપેલ સુચના કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબુદ કરવાની સુચના અનુસંધાને અમો પો.સબ.ઈન્સ બી.એસ.વેદાણી તથા.તળાજા પોલીસ સ્ટેશનનાં ASI યુ.કે.વોરા.તથા પો.કો.હઠીસિંહ મોરી તથા પો.કો યોગરાજસિંહ વાળા તથા પો કો દિગ્વિજયસિંહ રાઠોડ તથા પો.કો. અરવિંદભાઇ બારૈયા તથા મહુવા DYSP.સ્કોડનાં જયરાજસિંહ ચુડાસમા તથા તળાજા પોલીસ સ્ટાફ તથા મહુવા DYSP SCODE નાં પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાથેનાં DYSP SCODE નાં પોલીસ સ્ટાફ ને મળેલ ચોકકસ સચોટ બાતમી મુજબ કે રાતાખડા સરતાનપર (બંદર) વિસ્તારમાં રહેતાં મનજીભાઈ ઉર્ફે મનાભાઇ મથુરભાઇ સાંખટ પોતાનાં રહેણાંક મકાને પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી હકિકત મળતા તળાજા પોલીસ સ્ટેશનનાં PSI.બી.એસ વેદાણી સાહેબને બાતમી હકીકતથી વાકેફ કરતાં તેઓ તથા તળાજા પો.સ્ટે નાં માણસો સાથે રેઇડ કરતાં ઉપરોક્ત બાતમી વાળા મકાને મકાનનાં ફળીયાનો ઝાંપો ખુલ્લો હોય જેથી મકાનનાં ફળીયામાં તપાસ કરતાં ઓસરીમાં આવેલ પાણીયારા પાસે બે પ્લાસ્ટીક ના કોથળા ભરેલ હોય તે પંચો રૂબરૂ તપાસ કરતાં સફેદ પ્રવાહી ભરેલ કાચની નાની નાની બોટલો હોય જે બંન્ને કોથળા માહેની બોટલો જોતા બોટલ ઉપર અંગ્રેજી માં LONDON DIY JIN ૧૮૦ ML સેલ ઇન ઓન્લી દમણ લખેલ સીલપેક બોટલો હોય જે તમામ ગણી જોતા કુલ બોટલ નંગ ૭૭ હોય જે એક બોટલની કી,રૂ, ૧૦૦/ લેખે ગણી કુલ ટોટલ કિંમત રૂ,૭૭,૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ…

મજકુર મનજીભાઈ ઉર્ફે મનાભાઇ મથુરભાઇ સાખંટ રહે રાતાખડા સરતાનપર તા તળાજા વાળો પોતાનાં કબ્જામાં ગે.કા.રીતે પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી રેડ દરમિયાન હાજર મળી આવેલ નહી તેની વિરૂધ્ધમાં તળાજા પો.સ્ટેશનમાં પ્રોહિ એકટ કલમ ૬૫(ઈ) ૧૧૬ (બી) મુજબનો ગુન્હો નોંધાવી તેને ઝડપી પાડવાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે…..

આ સમગ્ર કામગીરીમાં મહુવા ડિવીઝનનાં DYSP SCODE તથા તળાજા પોલીસ સ્ટેશનનાં સ્ટાફે પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.

 

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top