You are here
Home > Breaking News > જુનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી જુનાગઢ પેરોલ-ફર્લો સ્ક્વોડ

જુનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી જુનાગઢ પેરોલ-ફર્લો સ્ક્વોડ

જુનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી જુનાગઢ પેરોલ-ફર્લો સ્ક્વોડ
       જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબે પેરોલ-ફર્લો હેડના ફરાર આરોપીઓને પકડવાની કામગીરી બાબતે પેરોલ-ફર્લો સ્ક્વોડને સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.સબ ઇન્સ.શ્રી આર.જે.રામ તથા પેરોલ-ફર્લો સ્ટાફ એમ બધાં પેરોલ-ફર્લો હેડના આરોપીઓની તપાસ અંગે કેશોદ અને માંગરોળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન પો.સબ ઇન્સ.શ્રી આર.જે.રામ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ અને રમેશભાઈને સયુંકત રીતે બાતમી રાહે હકીકત મળેલ કે વચગાળાના જામીન પરથી જુનાગઢ જેલનો કાચા કામનો ફરાર આરોપી યુસુફ ગીરનારી રહે.માનખેત્રા વાળો,માંગરોળથી કેશોદ જવાના રસ્તે, રાજકુમાર સ્કૂલ પાસે, દાતાર મંજિલ જવાના ફાટકે આવવાનોછે.જેથી પેરોલ-ફર્લો સ્ટાફ સાથે ત્યાં વોચમાં રહેતા મળી આવતાં મજકુર આરોપી *યુસુફભાઈ હસનભાઈ ગીરનારી(મઘા) ઉ.વ.૩૮ જાતે. ઘાંચી રહે. માનખેત્રા,વાડી વિસ્તાર તા. માંગરોળ જી.જુનાગઢ* વાળાને રાઉન્ડ-અપ કરી ધોરણસર પકડી પાડી જુનાગઢ જેલ ખાતે રિપોર્ટ સાથે સોંપી આપેલ.
     મજકુર આરોપી માંગરોળ પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં.૧૬/૨૦૧૭ આઈ.પી.સી. કલમ ૩૭૬,૩૬૬A,૩૬૬B, પોકસો કલમ ૪,૬ તથા વેશ્યાવૃત્તિ અધિનિયમ કલમ ૪,૫,૯ વિ.ના કામે જુનાગઢ જિલ્લા જેલમાં હોય અને તા.૦૮/૦૯/૨૦૧૮ થી વચગાળા ના જમીન ઉપર મુક્ત થયેલ અને તા.૧૬/૦૯/૨૦૧૮ ના રોજ જુનાગઢ જેલ ખાતે હાજર થવાનું હતું, ત્યારબાદ મજકુર આરોપીના જામીનની મુદતમાં વધારો થતાં તા ૨૦/૦૯/૨૦૧૮ ના રોજ જુનાગઢ જિલ્લા જેલ ખાતે હાજર થાવાનું હતું પરંતુ હાજર ન થતા ફરાર જાહેર થયેલ અને આજરોજ પેરોલ-ફર્લો સ્ક્વોડના હાથે ઝડપાઇ ગયેલ.
       આ કામગીરી પેરોલ-ફર્લો સ્ક્વોડ પો.સબ.ઇન્સ.શ્રી આર.જે.રામ તથા એ.એસ.આઈ. નરેન્દ્રભાઈ ડાંગર, હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ ગોહિલ તથા જયપાલસિંહ ગોહિલ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ વઘેરા તથા રમેશભાઈ માલમ નાઓએ કરેલ હતી..
તસ્વીર :- વાઢીયા મીતુલકુમાર જૂનાગઢ
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top