You are here
Home > Breaking News > ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના ઠાકોર અથવા કોળી સમાજના લોકોને  અનેક પ્રકારના વ્યવસાય માટે લોન

ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના ઠાકોર અથવા કોળી સમાજના લોકોને  અનેક પ્રકારના વ્યવસાય માટે લોન

ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના ઠાકોર અથવા કોળી સમાજના લોકોને  અનેક પ્રકારના વ્યવસાય માટે લોન આપવામાં આવે છે

livecrimenews@gmail.comભાવનગર;ગુરૂવાર; ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના ઠાકોર અથવા કોળી સમાજના લોકો માટે અનેક પ્રકારના વ્યવસાય માટે લોન આપવામાં આવે છે જેની માહિતી જોઈએ તો-

દુધાળા ઢોર (પશુપાલન) ,કરીયાણાની દુકાન/ પ્રોવિઝન સ્ટોર્સ, રેડીમેઈડ કપડા/ ગારમેન્ટ સ્ટોર્સ, મંડપ ડેકોરેશન, ઓટો રીપેરીંગ, સેન્ટરીંગ કામ, ટાઈલ્સ પોલીસીંગ, કોમ્પ્યુટર જોબવર્ક, પશુ આહારનું વેંચાણ, હીરા ઉધોગ, (ડાયમંડ કટીંગ એન્ડ પોલીસીંગ), દરજી કામ, મોબાઈલ રીપેરીંગ, આઈસ્ક્રીમ પાર્લર અને ઠંડા પીણા, કટલરી સ્ટોર્સ, ઈલેકટ્રોનિક્સ આઈટમોનું રીપેરીંગ, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી, મીઠાઈ ફરસાણની દુકાન, બ્યુટી પાર્લર, ફળ-ફળાદી અને શાકભાજીની દુકાન, અન્ય નાના ઉધોગો.

લોન મેળવવા માટે પાત્રતા ની વિગતોમાં અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઈએ ,અરજદારની કુટુંબની ગત વર્ષની કુલ વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ૯૮૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા ૧.૨૦ લાખ (એક લાખ વીસ હજાર ) થી વધુ ન હોવી જોઈએ,અરજદારની ઉંમર અરજીની તારીખે ૨૧ થી ૫૦ વર્ષ સુધી હોવી જોઈએ.

નિગમમાં લોન અરજીની કાર્યવાહી માટે તેમજ લોન ની મંજુરી માટે કોઈ એજન્ટ/વ્યક્તિ/કર્મચારીને નાણા આપવા નહિ. આ પ્રકારની કોઈ માંગણી કરે તો તે બાબતે નિગમનું ધ્યાન દોરવુ.

લોન મેળવવા માટે જરૂરી જાતિ અને આવકના પ્રમાણપત્રો જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મદદનીશ કલેકટર, નાયબ કલેકટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા નાયબ નિયામક (વિકસતી જાતિ), જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ), તેમજ ચીફ ઓફીસર નગરપાલિકા, નાયબ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી (પંચાયત), નાયબ મામલતદાર નિયમાનુસાર આપી શકશે.

લોનની મુખ્ય યોજનાઓની માહિતી જોઈએ તો- મુદતી ટર્મ લોન જે લોન રૂપિયા ૧.૦૦ (એક લાખ) સુધી. વાર્ષિક વ્યાજદર ૬% લોનની રકમમાં ૮૫% રાષ્ટ્રીય નિગમ, ૧૦% રાજ્ય સરકારનો ફાળો, અને ૫% લાભાર્થી ફાળો.

લઘુ ધિરાણ યોજના (માઈક્રો ફાઈનાન્સ ) જેમાં રૂપિયા ૩૦ હજાર સુધીની મહત્તમ લોનની મર્યાદા વાર્ષિક વ્યાજદર ૫% લોનની રકમમાં ૯૦% રાષ્ટ્રીય નિગમ, ૦૫% રાજ્ય સરકારનો ફાળો, અને લાભાર્થી ફાળો ૫%

મહિલા સમ્રુદ્ધિ યોજના (લઘુ ધિરાણ યોજના) આ યોજનામાં ૩૦ હજાર સુધીની મહત્તમ લોનની મર્યાદા વાર્ષિક વ્યાજદર ૪% લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ, ૦૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય.  

નવી સ્વર્ણિમ યોજના ( ફક્ત મહિલાઓ માટે) આ યોજનામાં ૫૦ હજાર સુધીની મહત્તમ લોનની મર્યાદા વાર્ષિક વ્યાજદર ૫% લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ, ૦૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય.

મુદતી ટર્મ લોન ઉચ્ચ વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલ હોય અને તેમને પોતાની પ્રેક્ટીસ શરૂ કરવાની હોય તો લોન ધિરાણ મળી શકે જેમાં લોનની મંજુર કરવાપાત્ર મહત્તમ મર્યાદા રૂપિયા ૫.૦૦ (પાંચ લાખ), વાર્ષિક વ્યાજદર ૬%

મુદતી ટર્મ લોન (પરિવહન સેવા માટે) આ લોનની મંજુર કરવાપાત્ર મહત્તમ મર્યાદા રૂપિયા ૨.૦૦ લાખ (બે લાખ સુધી) વાર્ષિક વ્યાજદર ૬% લોનની રકમમાં ૮૫% રાષ્ટ્રીય નિગમ, ૧૦% રાજ્ય સરકારનો ફાળો, અને ૫% લાભાર્થી ફાળો. ડ્રાઈવિંગ લાયસન્સ અને ડ્રાઈવિંગનો અનુભવ જરૂરી. વાહનની ઉપયોગિતા અને જરૂરિયાતના કારણોની વિગતો અરજદારે આપવાની રહેશે.

ઉચ્ચ શિક્ષણ માટે રૂપિયા ૧૦ લાખ (દસ લાખ) સુધીની લોન માટે તેમજ અન્ય જાણકારી માટે કચેરી કામકાજના દિવસોએ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, બ્લોક નં. ૧૬, ભોંય તળિયે, ડો. જીવરાજ મહેતા ભવન, સેકટર-૧૦, ગાંધીનગર- ૩૮૨૦૧૦ ફોન નં. ૦૭૯૨૩૨૫૬૪૮૬, ૦૭૯૨૩૨૫૬૪૮૫ પર સંપર્ક કરવો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અને ભારત સરકારના રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્હીની ચેનલાઈઝીંગ એજન્સી તરીકે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર કામ કરે છે. ઠાકોર અને કોળી સમાજના લોકોને લોન આપી તેમને પગભર કરવા માટે નિગમ પ્રતિબદ્ધ છે.

 

આલેખન; એન. સી. પરમાર,

જિલ્લા માહિતી કચેરી,

ભાવનગર.   

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top