You are here
Home > Breaking News > ખેલમહાકુંભ અંતર્ગત જુનાગઢ  જીલ્લાકક્ષાની કબડ્ડીની નુ આયોજન

ખેલમહાકુંભ અંતર્ગત જુનાગઢ  જીલ્લાકક્ષાની કબડ્ડીની નુ આયોજન

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ગડુ શેરબાગ ગામે શ્રી દધિચી શૈક્ષણિક સંકુલ-ગડુ માં ખેલમહાકુંભ અંતર્ગત જુનાગઢ  જીલ્લાકક્ષાની કબડ્ડીની આયોજન કરવામાં આવેલ
    માળીયા હાટીના તાલુકાના ગડુ શેરબાગ ગામે શ્રી દધિચી શૈક્ષણિક સંકુલ-ગડુ માં ખેલમહાકુંભ અંતર્ગત જુનાગઢ  જીલ્લાકક્ષાની કબડ્ડીની અન્ડર 14,અન્ડર 17 અને ઓપન ની રમત નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં વહેલી સવારે શાળાનાં પ્રાંગણમાં જુદા જુદા તાલુકાના બાળકો આવી પહોચીયા હતા.સૌપ્રથમ આવી પહોચેલ દરેક ટીમનું રજીસ્ટર કરવામાં આવ્યું હતું. તે પછી સંસ્થાના પ્રમુખ ચારિયા સાહેબ દ્વારા દીપપ્રાગટય કરવામાં આવ્યું હતું.અને રમતને ખુલી મુકવામાં આવેલી હતી. અને ચારિયા સાહેબ દ્વારા રમતનું મહત્વ સમજાવામાં આવ્યું હતું. ત્યારબાદ દરેક તાલુકાનાં કન્વીનર અને શાળાના ટ્રસ્ટીની  મિટિંગ મળી હતી
      અને તેમાં નિયમના પાલનની બાહેંધરી લેવામાં આવી હતી. અને ત્યારબાદ જુદા જુદા વિભાગમાં રમત શરૂ કરવામાં આવી હતી અને બધા બાળકો દ્વારા ખેલદિલી પૂર્વક રમત દાખવામાં આવી હતી.આ રમત સારી રીતે રમાય એ માટે શાળાના ટ્રસ્ટીગણ તેમજ સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી હતી. આમ જુનાગઢ જીલ્લાકક્ષાની  કબડ્ડી સ્પર્ધામાં શાળાના ટ્રસ્ટીગણ તેમજ સ્ટાફમિત્રો,રમત રમવા આવેલ રમતવીરો, દરેક તાલુકાના કન્વીનરો અને દરેક શાળાના વ્યાયામ શિક્ષકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો.
તસ્વીર :- વાઢીયા મિતલકુમાર 
(માળિયા હાટીના)7878876716
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top