You are here
Home > Breaking News > કોણે કરજણ નદી મા આવેલ નવા નીર ના વધામણા કર્યા

કોણે કરજણ નદી મા આવેલ નવા નીર ના વધામણા કર્યા

રાજપીપળા ખાતે રાજપીપળા ભાજપા અને મહિલા મોરચા ના કાર્યકરો એ કરજણ નદી મા આવેલ નવા નીર ના વધામણા લીધા .
રાજપીપળા :

રાજપીપળા ખાતેરાજપીપળા ભાજપા અને મહિલા મોરચા ના કાર્યકરો એ કરજણ નદી મા આવેલ નવા નીર ના વધામણા લીધા હતા

રાજપીપળા ખાતે આવેલ કરજણ નદી કિનારે આવેલ સરકારી ઓવારા પાસે કરજણ નદી મા આજરોજ નવા નીર ની આવક થતા નવા વર્ષના પ્રારંભે આજે આપના શહેર /તાલુકાને વર્ષો થી આપણા જીવન દાયની બની આપણને કયારેય ખેતી કે પીવાના પાણીની તંગી નથી પડી જે કરજણ નદી એટલે આપણી પૂજનીય કરગંગા માતા ના પાવનકારી નીર ના પ્રતાપે છે. જેથી માતા ના પાવન નીર ના વધામણા કરવાનો કાર્યક્રમ આજરોજ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવા મા આવેલ . આ પ્રસંગે શહેર પ્રમુખ રમણસિહ રાઠોડ, મહામંત્રી કમલેશ પટેલ. ઉત્કર્ષ ભાઈ પંડયા તથા શહેર મહિલા મોરચા નાઉપ પ્રમુખ જ્યોતિ જગતાપ , દક્ષા પટેલ , નીતાબેન તથા , મનીષા ગાંધી વગેરે હોદ્દેદારો એ ઉપસ્થિત રહી વેદીક મંત્રોચાર સાથે કરગંગા ના નવા નીર વધામણા લીધા હતા .


મહામંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે કરજણ નદી ભરૂચ નર્મદા ના ખેડૂતો ની જીવાદોરી છે કરજણ જળાશય યોજના દ્વારા નગર જનો ને શુધ્ધ પીવાનું પાણી પૂરું પાડે છે ચોમાસા ના પ્રરમ્ભે કરજણ મા આવેલા નવા નીર આખું વર્ષ સૌને હર્યું ભર્યું રાખશે એવી અપેક્ષા સાથે નવા નીર ના વધામણા લીધા છેlivecrimenews@gmail.com

રિપોર્ટ :
જ્યોતિ જગતાપ , રાજપીપળા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top