
કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું
હળવદમાં બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભાવેશભાઇ ઠક્કર પર મુસ્લિમો દ્વારા થયેલા હુમલાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું 

હળવદ મુકામે બજરંગદળના રાષ્ટ્રીય પ્રાંતના પ્રમુખ ભાવેશભાઇ ઠક્કર પર તાજેતરમાં મુસ્લિમોના ટોળા દ્વારા હુમલો કરવામા આવ્યો હતો જેમાં ભાવેશભાઇ ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદની કર્ણાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે આ ઘટનાના ઘેરા પડઘા હિન્દુ સમાજ પર પડયા છે તેમજ થોડા દિવસો પહેલા હળવદમાં તાજીયામાં પણ એક હિન્દુ યુવાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો હળવદમાં મુસ્લિમો દ્વારા વારંવાર આવી ઘટનાઓ બનાવી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે વિહિપ – બજરંગદળ માંગણી કરેછે કે આ ઘટનામાં સંડોવાયેલ તમામ લોકોની ધરપકડ કરે અને તેને કાયદાનું ભાન કરાવવામાં આવે આવા લોકોને તાત્કાલિક ધોરણે પકડી કાયદેસરની કાર્યવાહી કરી એવી સજા કરવામાં આવે કે તેનાથી હવે પછી આવા મુસ્લિમ સમાજના લોકો સમાજમાં આવી ઘટના ફરી પાછી ઉભી ન કરે અને સમાજમાં શાંતિનું વાતાવરણ બની રહે તેવી માંગણી સાથે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે
તસ્વીર :- વાઢેર મિતુલકુમાર કેશોદ