You are here
Home > Breaking News > ઓબીસી ના અધિકારો અંગે સુરેન્દ્રનગર ખાતે સંમલેન યોજાયુ.

ઓબીસી ના અધિકારો અંગે સુરેન્દ્રનગર ખાતે સંમલેન યોજાયુ.

livecrimenews@gmail.com

સુરેન્દ્રનગર જિલ્લા માં ઓબીસી અધિકાર ક્રાંતિ સેના દ્વારા ઓબીસી ને મળતાં હક અને અધિકાર માટે ની એક મિટિંગ ઓબીસી સમાજ ની હોસ્ટેલ સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ.

આ મિટિંગ નો મુખ્ય ઉદેશ્ય ઓબીસી સમાજ ને મળતાં હક અને અધિકારો વિશે તેમજ ,ઓબીસી સમાજ ઉપર થતાં અન્યાય અને અત્યાચાર વિશે વાત કરવામાં આવી હતી.

આ મિટિંગ માં બહોળી સંખ્યા માં વિદ્યાર્થી ઓ તેમજ વાલીઓ ,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં ઓબીસી અધિકાર ક્રાંતિ સેના ના રાષ્ટ્રીય અઘ્યક્ષ ધરમશીભાઈ ઢાપા એ ઓબીસી સમાજ ને મળતાં હક અને અધિકારો ની વાતો કરી હતી.અને કાનૂની માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ધરમશીભાઈ ઢાપા (ઓબીસી અધિકાર ક્રાંતિ સેના રાષ્ટ્રીય પ્રમુખ ),કે.બી.બાબરીયા (નિવૃત કસ્ટમ સુપ્રિડેંન્ટ),સંજયભાઈ રાઠોડ (વ્યવસ્થા પરિવર્તન પાર્ટી મીડિયા કન્વીનર ),કમલેશભાઈ સાબરીયા ,મેહુલભાઈ ,વશરામભાઈ ,રાજુભાઈ,વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top