You are here
Home > India > Gujarat > Bhavnagar > એકતા રથયાત્રા નક્કી કરાયેલાં ગામોએ પરિભ્રમણ કરવાના હેતુસર ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ

એકતા રથયાત્રા નક્કી કરાયેલાં ગામોએ પરિભ્રમણ કરવાના હેતુસર ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ

એકતા રથયાત્રા રથ નં. ૦૨નું ઉમરાળા તાલુકાનાં ચોગઠ ગામે આગમન થતાં પદાધિકારીઓએ સ્વાગત કરી અને તાલુકાનાં
નક્કી કરાયેલાં ગામોએ પરિભ્રમણ કરવાના હેતુસર ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ

…ભાવનગર;ગુરૂવાર; સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા દેશ ને આઝાદી મળ્યા બાદ દેશના ૫૬૨ રજવાડાઓને એક છત્ર
નીચે લાવી એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે અથાગ પ્રયત્ન કર્યો હતો દેશના આ લોખંડી મહાપુરૂષના પ્રત્યે ક્રુતજ્ઞતા વ્યક્ત
કરવાના શુભ હેતુસર રાજ્ય સરકારે એકતા રથયાત્રાનું આયોજન કર્યુ છે.


ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ચોગઠ ગામે એકતા રથયાત્રા રથ નં. ૦૨ નું આગમન થતાં પદાધિકારીઓ સર્વશ્રી
પેથાભાઈ આહિર, સુજાનસિંહ ગોહિલ, દીલીપભાઈ શેટા તેમજ ગામના સરપંચએ સ્વાગત કર્યુ હતુ ચોગઠ ગામે સમુહમાં
એકતાના શપથ લેવાયા હતા એકતા રથ સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને પદાધિકારી, અધિકારીઓએ ફૂલહાર કર્યા હતા.
ગ્રામજનોને રથના વિશાળ પડદા પર સરદાર સાહેબના જીવન સંદેશ ને લગતી ફીલ્મ દર્શાવવામાં આવી હતી.

livecrimenews@gmail.com
આ રથયાત્રાને પદાધિકારીઓએ ફ્લેગ ઓફ આપી ઉમરાળા તાલુકાનાં ઉમરાળા શહેરી વિસ્તાર, ગોલરામા, રેવા, માલપરા,
પીપરાળી, ટીંબી, વાંગધ્રા, દડવા ગામે પરિભ્રમણ કરવાના શુભ હેતુસર પ્રસ્થાન કરાવ્યુ હતુ.
ચોગઠ ગામે યોજાયેલાં કાર્યક્રમમાં જગદીશભાઈ ભીંગરાળીયા,પ્રતાપભાઈ આહીર, તાલુકા વિકાસ અધિકારીશ્રી વિસાણી,
મામલતદારશ્રી પટેલ,પશુ ચિકિત્સા અધિકારીશ્રી જયેશકુમાર પટેલ, પંચાયત વિસ્તરણ અધિકારીશ્રી એ. ડી. હરકટ સહિત
સંબંધિત ફરજ પરના અધિકારી/કર્મચારી હાજર રહ્યા હતા.

 

PD DABHI TALAJA

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top