You are here
Home > India > Gujarat > Bhavnagar > આયુષ્યમાન ભારત

આયુષ્યમાન ભારત

આયુષ્યમાન ભારત

આજે વિશ્વની સૌથી મોટી કહી શકાય એવી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ દેશભરમાં થયો છે. ઝારખંડથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જયારે ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા આ યોજનાના પ્રારંભે ખાસ હાજર રહ્યા હતા. આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને રૂ.5 લાખ સુધીની સારવાર ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં મળશે.

જયારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે અને જેમાં વિવિધ મથકો પર મંત્રીઓ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી-સાંસદ ભારતીબેન શિયાળ-મેયર-કમિશ્નર-જીલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો ભાવનગરના કાર્યક્રમમાં જોડાયા હતા. દીપપ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જયારે શિક્ષણમંત્રીએ આ તકે ખાસ કહ્યું હતું કે હાલના સમયમાં ગરીબ અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારોના તમામ બાળકો હવે શાળાએ જતા થયા છે. સાથે કહ્યું કે સરકાર હવે તમામ ક્ષેત્રે બાળકોનું જતન કરી રહી છે.

  • જયારે આજથી અમલી બનવા જઈ રહેલી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જેમાં નોંધાયેલા લોકોને પાંચ સુધીની આરોગ્ય સેવા સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં મફત મળશે.
  • સરકાર દ્વારા પ્રતિ કુટુંબ રૂ.૩૬૦.૮૦ લેખે પ્રીમીયમ ભરશે.જયારે ઇન્શ્યોરન્સ કંપની દર્દીને સારવાર પેટે રૂ.૫૦,૦૦૦ સીધા હોસ્પિટલને ચૂકવશે.
  • આ યોજના હેઠળ સામાજિક, આર્થિક અને જાતી આધારિત ૨૦૧૧ના સર્વેક્ષણ મુજબ ગ્રામીણ અને શહેરી વિભાગના કુલ ૪૪.૮૫ લાખ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે.

આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું અમલીકરણ રાજ્યકક્ષાએ ગુજરાત હેલ્થ પ્રોટેક્શન સોસાયટી દ્વારા કરવામાં આવશે અને જેના યોગ્ય અમલીકરણ માટે સ્ટેટ હેલ્થ એજન્સીની રચના પણ કરવામાં આવી છે. આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પ્રારંભે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઝારખંડથી વડાપ્રધાન દ્વારા આ યોજના લોકાર્પણનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

તાપીના જિલ્લાના વડા મથક વ્યારા ખાતે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના 1,07,430 લાભાર્થી પરિવારો તેનો સીધો લાભ મળશે. કાર્યક્રમ દરમિયાન 10 જેટલા લાભાર્થીને મંત્રી હસ્તે ઇ-કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

તો અમદાવાદમાં મુખ્યમંત્રી દ્વારા આ યોજના લોંચ કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે આજે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં આ યોજના લોન્ચ કરવામાં આવી હતી.

Livecrime News
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top